મનગમતી વસ્તુ મળતા વિદ્યાર્થીઓ થયા ખુશખુશાલ
મોરબીમાં લોકો તરફથી અનેકવિધ પ્રકારે દાન અપાય છે, ભારતીય સેનાના શહીદ પરિવારો માટે મોરબીમાંથી ખુબજ દાન આપવામાં આવ્યું, ઝૂંપડપટ્ટી, સલ્મ વિસ્તારના બાળકો માટે, ભૂખ્યા જનનોની જઠરાગ્નિ ઠારવા માટે ટિફિન સેવા,ગાયો માટે ઘાસચારા માટે દાન, વગેરે જેવા સત્કાર્યો મોરબીમાં થઈ રહ્યા છે, એવી જ રીતે લોકો શિક્ષણનું મહત્વ સમજતા થયા હોય શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે લોકો બાળકોને ઉપયોગી વસ્તુનું દાન કરતા હોય છે એમ મોરબીની માધાપરવાડી કન્યા શાળા,વજેપરવાડી પ્રાથમિક શાળા,બોરીયાપાટી પ્રાથમિક શાળા, બુટાવાડી શાળાના વિદ્યાર્થીઓને ભુરજીભાઈ દયારામભાઈ પરમાર બુટાવાડીવાળા તરફથી શૈક્ષણિક કિટ અર્પણ કરવામાં આવી
જેમાં સુંદર મજાના પ્લાસ્ટિક ફોલ્ડર પાઉચમાં પેન,પેન્સિલ,શાર્પનર ગણિતના સાધનો, ફૂટપટી, પેન,રબર, કટર વગેરે વસ્તુઓ અર્પણ કરવામાં આવી અને સાચા અર્થમાં શિક્ષણ ઉપયોગી દાન કરવામાં આવ્યું અને પોતાને રોજબરોજમાં આવતી શૈક્ષણિક વસ્તુ મળવાથી વિદ્યાર્થીઓના ચહેરા પણ ખીલી ઉઠ્યા,સ્વામી વિવેકંદજીએ પણ કહ્યું છે કે કોઈને રોટીનો ટુકડો આપવા કરતા રોટી કેમ કમાવી એ શીખવવું જોઈએ,એ અન્વયે રોટી કમાવવા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે અને શિક્ષણ માટે બાળકોને કરેલી સહાય ક્યારેય એળે નથી જતી એવી વાત કરી મોરબી જિલ્લા મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઇ વડસોલાએ દાતાની દિલેરીને હ્ર્દયપૂર્વક વધાવી અને સમગ્ર શાળા પરિવાર તરફથી દાતા નો આભાર વ્યક્ત કર્યો હતો,આ પ્રસંગે ધીરજલાલ શામજીભાઈ પરમાર,કાળુભાઇ પરમાર, શાળાનો તમામ સ્ટાફ હાજર રહયો હતો અને શાળા પરિવાર વતી દાતા ભુરજીભાઈ દયારામભાઈ પરમારનો આભાર પ્રકટ કર્યો હતો.