સંઘાણી પરીવાર દ્વારા હનુમાન જયંતી નિમિત્તે વાઘપર (પી.) મુકામે હનુમંત મહાયજ્ઞ તથા સમસ્ત સંઘાણી પરિવારનું સ્નેહ મિલન યોજાશે
શ્રી રોકડીયા હનુમાનજી મંદિર – વાઘપર(પી.) મુકામે સંઘાણી પરિવાર દ્વારા આગામી તા.૨૩/૦૪/૨૦૨૪ ને મંગળવાર ના રોજ શ્રી હનુમાન જયંતી નિમિત્તે શ્રી હનુમંત મહાયજ્ઞ તેમજ સમૂહ પ્રસાદ અને સમસ્ત સંઘાણી પરિવાર ના સ્નેહ મિલન નું આયોજન કરેલ છે. તો આ શુભ અવસરે સમસ્ત સંઘાણી પરિવાર ના કુટુંબીજનો એ સહપરિવાર મહાયજ્ઞ તેમજ સમૂહ પ્રસાદ માં સહભાગી થવા રોકડીયા હનુમાનજી ટ્રસ્ટ વાઘપર(પી.) વતી ખાસ હાર્દિક નિમંત્રણ છે.