રિપોર્ટર પંડયાજી વાંકાનેર) મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જન્મોત્સવની શહેર તથા તાલુકાનાં મંદિરોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. મંદિરોને રોશનીથી શણગારવામાં આવેલ છે તેમજ દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી ભગવાનના પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
શહેરના જડેશ્વર રોડ પર આવેલ સુપ્રસિદ્ધ અતિ પૌરાણિક ફળેશ્વર મંદિર ખાતે મહાઆરતી તથા સાંજે ધૂન ભજન તો ૫૦૦ વર્ષથી પુરાણું શ્રી રઘુનાથજી મંદિર ખાતે ભક્તજનો દ્વારા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
જ્યારે ભાટિયા સોસાયટી સ્થિત રામજી મંદિર ખાતે ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બપોરે બાર વાગ્યે ભગવાનના પ્રાગટય સમયે મહાઆરતી ઉતારવામાં આવી હતી તેમજ તાલુકાના કેરાળા ધામ ખાતે વહેલી સવારથી જ ભગવાનની પૂજા અર્ચના સાથે મંદિરના શિખર પર ધ્વજા રોહન કરવામાં આવ્યું હતુ તેમજ ગામમાં મંદિરના મહંત મુકેશ ભગતની આગેવાનીમાં ઢોલ નગારાં સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા બાદ બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી કરવામાં આવી હતી જેમાં અસંખ્ય દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બાદમાં તમામ દર્શનાર્થીઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. તથા મહીકા ગામ ખાતેના રામજી મંદિર ખાતે ભગવાન શ્રી રામ ને ૫૬ ભોગ ધરવામાં આવેલ અને આરતી ઉતારી રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવેલ.