(અહેવાલ: જયેશ બોખાણી) મોરબી: ડો.બાબા સાહેબ આંબેડકરના મિશન તથા સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ લાવવા, સામાજિક એકતા અને જાગૃતિ માટે હેતુ માટે સમાજના નવયુવાનો દ્વારા બિલીવ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી.
જેમાં ગત તા.18 એપ્રિલના રોજ મળેલ મિટિંગમાં સભ્યોના સમંતિથિ ઠરાવ તથા ટ્રસ્ટીઓની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે આકાશ પરમાર, ઉપપ્રમુખ અરવિંદ બોસિયા, મંત્રી સાવન સોલંકી, સહમંત્રી ભરત ભંખોડીયા, ખજાનચી રમેશ સોલંકીની નિમણુંક કરવામાં આવી હતી.