ગ્રીનવેલી ખાતે યોજાયેલ District Lavel Sports School Battery Test માં માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળાના 2 વિધાથીઓ ડાંગર કરણ કિશોરભાઈ અને ડાંગર મંથન સુરેશભાઈ ની પસંદગી થઈ છે. જિલ્લા કક્ષાએ ટેસ્ટ પાસ કરનાર આ બંને વિધાર્થીઓ હવે ફાઈનલ રાઉન્ડ માટે રાજ્ય કક્ષાએ ટેસ્ટ આપવા માટે જશે. આ તકે આ બંને વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયા અને શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.