સજનપર પ્રા. શાળાનું ગૌરવ વધારતા વિદ્યાર્થીઓ

11 માં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં શ્રી સજનપર પ્રાથમિક શાળાના બહેનોની ટીમ રસ્સા ખેંચ માં પ્રથમ ક્રમાંકે  જેમાં મોનિકા બેન, ભારતીબેન, મીનાબેન, પ્રીતિબેન ,મધુબેન, માયાબેન તથા ગાયત્રી નગર ના શિક્ષિકા બેન વિભાબેન અને , લજાઈ ગામના મહોત ઉમાબેન

તેમજ શ્રી પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેન વિરમગામા મીનાબેન ચક્ર ફેક માં પ્રથમ અને ગોળા ફેક દ્વિતીય ક્રમ શાળાના વિદ્યાર્થીઓમા બામણિયા રાહુલ 50 મીટર દોડ માં તાલુકામા દ્વિતીય ક્રમે જે હવે જિલ્લા કક્ષાએ રમવા માટે જશે તેમજ શાળાના વિદ્યાર્થીઓ બામણિયા રાહુલ  અને પરમાર કરિશ્માની  DLSS જવા માટે પસંદગી થયેલ છે જે બદલ સમગ્ર શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે અને વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.