વિશ્વ ક્ષય દિવસને અનુસંધાને ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લક્ષ્મીનગર, તથા મોરબી જીલ્લા ટી.બી.વિભાગ ના સયુંકત ઉપક્રમે શ્રી નવા સાદુળકા તા.શાળા મોરબીમાં એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં ધોરણ ૬ થી ૮ ના શાળાના તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ, અને તમાકુ ના વ્યસનનો સંદેશો પાઠવતા વિવિધ ચિત્રો દોરેલ, સ્પર્ધામાં પ્રથમ નંબર દ્રિતીય નંબર અને તૃતીય નંબર મેળવનાર વિજેતાને ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
ત્યારબાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ ના સોશ્યલ વર્કર તેહાન એમ શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત રહેવા તથા પોતાના પરિવારને વ્યસનમુક્ત રાખવા અંગે માહિતગાર કરી વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો અને વ્યસન મુક્તિના ફાયદા અંગે માહિતી આપેલ, ત્યારબાદ ટીબી વિભાગના ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પિયુષ જોષી દ્વારા ટી.બી. દિવસના અનુસંધાને બાળકોને ભારત દેશને ટી.બી. મુક્ત બનાવવા માટે સ્વયં શું યોગદાન આપી શકે
ટી.બી.ના લક્ષણો તેની સારવાર વગેરે બાબતોથી માહિતગાર કર્યા હતા, કાર્યક્રમના અંતમાં એચ.ડબલ્યુ.સી.લક્ષ્મીનગર ના સી.એચ.ઓ. ડો.વિજય અગોલા દ્વારા દરેક વિદ્યાર્થીઓને ટી.બી. મુક્ત ભારત અંતર્ગત શપથ લેવડાવવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફગણ દ્વારા જહેમત ઉઠાવેલ.