હળવદ વિસ્તારમાં દેશીદારૂના અલગ અલગ કેશો કરતી એલ.સી.બી.

મોરબી પોલીસની અલગ અલગ ટીમો બનાવી તા.૨૨/૦૩/૨૦૨૨ ના રોજ હળવદ વિસ્તારમાં પ્રોહીબીશનની પ્રવૃતિ કરતા ઇસમોના રહેણાંક મકાન તેમજ વેચાણની પ્રવૃતિના સ્થળોએ દેશીદારૂ તથા ભઠ્ઠીઓના અલગ અલગ કુલ-૦૫ કેશો શોધી કુલ કી.રૂ.૧૫,૬૮૦/ ના મુદામાલ સાથે કુલ-૦૭ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ સમયગાળા દરમ્યાન ભઠ્ઠીના કુલ-૦૪ કેશો કરવામાં આવેલ છે. તેમજ આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. કબ્જે કરેલ મુદામાલ (૧) દેશી દારૂ કુલ લીટર-૩૫૫ કી.રૂ. ૭,૧૦૦/ (૨) દેશી દારૂ બનાવવાનો ગરમ ઠંડો આથો કુલ લીટર-૪,૧૯૦ કી.રૂ. ૮,૩૮૦/ નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓની સંખ્યા (૧) દેશીદારૂ તથા ભઠ્ઠીના કેશોમાં કુલ-૦૬ આરોપીઓ પકડવામાં આવેલ છે. (૨) દેશીદારૂ તથા ભઠ્ઠીના કેશોમાં કુલ-૦૧ આરોપીઓ પકડવાના બાકી છે.