૬૫- મોરબી વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નંબર ૨૪૬ (મોરબી) ૧૦૧ સ. વ. પ. કન્યા વિદ્યાલય ખાતે મતદાન રાબેતા મુજબ, મતદાન બંધ થયા અંગેના સમાચારો અંગે ખુલાસો
૧ કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫- મોરબી વિધાન સભા મતવિસ્તારના મતદાન મથક નંબર ૨૪૬ (મોરબી) ૧૦૧ સ. વ. પ. કન્યા વિદ્યાલય, મોરબીના બુથ ઉપરનું EVM ખોટવાયા અંગેના સમાચાર ટીવી ચેનલમાં આવેલ જે અનુસંધાને ઝોનલ ઓફીસર તેમજ પ્રિસાઈડિંગ દ્વારા તપાસ કરાવતા હાલ કોઈ પ્રશ્ન નથી અને બુથ ઉપર મતદાન ચાલુ છે જેથી હાલ મતદાન બુથ પર કોઈ પ્રશ્ન નથી તેમ મદદનીશ ચૂંટણી અધિકારી ૧ કચ્છ લોકસભા સંસદીય મતવિસ્તાર અને પ્રાંત અધિકારી મોરબી, સુશીલ પરમારની યાદીમાં જણાવાયું છે.