મોરબીના વાવડીના પાટીયાથી નારણકા સુધી ડામર પટી રોડ પેચવર્ક કરવા રજૂઆત

મોરબીના વાવડીના પાટીયાથી નારણકા સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં હોય અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોવાથી રોડને પેચવર્ક કરવા નારણકા, માનસર, ગોરખીજડીયા, વનાળીયા સહિતના ગામોના સરપંચોએ માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કરી છે.

રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી તાલુકાના વાવડીના પાટીયાથી ગોરખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા સુધી જે ડામરપટી રોડ છે. જે વાવડીનાં પાટીયા થી વનાળીયા સુધીનો ડામરપર્ટી રોડ ગેરંટી પીરીયડમાં હોય તો કોન્ટ્રાકર પાસે તાત્કાલિક રીપેરીંગ કરાવવામાં આવે તેમજ વનાળીયાથી માનસર નારણકા સુધી રોડને પેચવર્ક કરવામાં આવે તેમજ મચ્છુ-૩ ની પાઈપલાઈન જે રોડ ક્રોસ કરેલ છે તે પણ રીપેરીંગ કરવામાં આવે એવી અમારી ચાર ગ્રામપંચાયતોનાં સરપંચઓની માંગણી છે. તેમજ વધુમાં આ રોડ પર મોટા ખાડા પડી ગયેલ હોઈ અવાર-નવાર મોટર સાયકલ સવારો અવાર-નવાર પડી જવાના બનાવી બની પામેલ છે. આ રોડ પર રોજ-બરોજ ધંધાર્થે કેટલાય યુવાનો મોરબી જતા હોય છે જ્યારે ભવિષ્યમાં કોઈ મોટો અસ્માતનો બનાવ નાં બને એ હેતુથી સત્વરે આ રોડ ને રીપેરીંગ કરવા માંગ કરવામાં આવી હતી.