મોરબી : ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ જોગ

શાળા તેમજ બેઠક નંબરની ચકાસણી તા.૨૭ માર્ચના બપોરે ૪ થી ૬ દરમિયાન કરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા બોર્ડની જાહેર પરીક્ષા ધોરણ – ૧૦, અને ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહના નિયમિત/રીપીટર/પૃથ્થક/ખાનગી ઉમેદવારોની માર્ચ – ૨૦૨૨ મોરબી જિલ્લામાં આગામી તા.૨૮/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨ દરમિયાન લેવાનાર છે.

આ પરીક્ષામાં જે ઉમેદવારો ઉપસ્થિત રહેનાર છે તેઓને પોતાના બેઠક નંબર તથા શાળાની ચકાસણી પરીક્ષા ચાલુ થયાના આગળના દિવસે કરવાની રહેતી હોય છે. પરંતુ આ વખતે તા. ૨૭/૦૩/૨૦૨૨ રવિવારના રોજ વન સંરક્ષક પરીક્ષા (વર્ગ – ૩)નું આયોજન મોરબી જિલ્લાના કેન્દ્રો ખાતે કરવામાં આવેલ છે. જેથી ધોરણ – ૧૦, અને ધોરણ – ૧૨ પરીક્ષાર્થીઓએ પોતાના બેઠક નંબર તથા શાળાની ચકાસણી કરવા તા.૨૭/૦૩/૨૦૨૨ રવિવારના બપોરે ૦૪:૦૦ કલાક થી ૦૬:૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે જેની તમામ સ્થળ સંચાલક/આચાર્ય/વિદ્યાર્થીઓ/વાલીઓએ ધ્યાને લેવા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.