નવયુગ કૅરિયર ઍકેડેમીના ફૅશન ડિઝાઇનિંગના સ્ટુડન્ટ દ્વારા “ગુજ્જુ ગ્રાફિટી” ઇવેન્ટ યોજાઈ

નવયુગ કૅરિયર ઍકેડેમીના ફેશન ડિઝાઇનિંગના સ્ટુડન્ટ દ્વારા ગુજરાત થીમ ઉપર “ગુજજુ ગ્રાફિટી” ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ફેશન ડિઝાઈનના સ્ટુડન્ટ દ્વારા ગુજરાતી થીમ પર અલગ અલગ ડ્રેસ ડિઝાઇન કરેલ અને રૅમ્પવૉક કરી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. જાણીતા એન્કર અને ડૉક્ટર અમીશા રાચ્છ ઉપસ્થિત રહેલ અને તેમણે જણાવેલ કે મોરબીમાં આવી ઇવેન્ટ ક્યાંય જોવા મળતી નથી. આમ, ખૂબ પ્રશંસા કરેલ હતી.

2017 થી ચાલતા નવયુગ ફૅશન ડિઝાઇન ક્લાસના સ્ટુડન્ટે આ ફિલ્ડમાં ખૂબ સફળ કૅરિયર બનાવી રહ્યા છે. નવયુગ ફેશન ડિઝાઇનમાં અત્યાર સુધીમાં 300 થી વધુ સ્ટુડન્ટે ખૂબ સફળ કૅરિયર બનાવ્યું છે.

નવયુગ ફેશન ડિઝાઇનની નવી બેચ ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે તો આપનું રજિસ્ટ્રેશન 9727247472 પર કરાવી શકો છો. આ કાર્યક્રમમાં સંસ્થાના સુપ્રીમો પી.ડી. કાંજીયા, મેને. ટ્રસ્ટી બળદેવ સર , નવયુગ સંકુલના પ્રિન્સિપાલ રાવલ સરે ઉપસ્થિત રહી સ્ટુડન્ટનાં ઉત્સાહમાં વધાર્યો કર્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ કૅરિયર ઍકેડેમીના ડાયરેક્ટર દુષ્યંતભાઈ, કો-ઓર્ડિનેટર કાજલબેન, ફેશન ડિઝાઇન ફેકલ્ટીના શ્વેતા મેમ અને અવની મેમ, ઍકેડેમીના કર્મચારી ભરતભાઈ, છત્રપાલભાઈ અને ચિરાગભાઈ એ ખૂબ જહેમત ઉઠાવેલ હતી.