શનિવારે રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડના જાહેર થયેલ પરિણામમાં મોરબી જ્ઞાનપથ સ્કૂલમાં અભ્યાસ કરતા વ્રજ સાગરભાઈ વાઘેલા એ ન્યૂ એસ એ સી બોર્ડ માં 97.15 PR સાથે ઉતીર્ણ થયેલ છે . તેજસ્વી વિધાર્થી વ્રજ ઉપર ચોમેર થી અભિનંદન શુભેચ્છા વર્ષા થઈ રહી છે. જ્ઞાનપથ સ્કૂલ માં શિક્ષકોના સાથ સહકાર અનેમાર્ગદર્શન થી અને ખૂબ જ મહેનત કરી ને આ જ્વલંત પરિણામ મેળવ્યું છે.
મોરબી મોચી સમાજ સાગરભાઈ વાઘેલા અને જયશ્રીબેન નો પુત્ર વ્રજ એ સમાજ , પરિવાર અને શાળા નું ગૌરવ વધાર્યું છે.,.આ તકે અનેક હિતેચ્છુ મિત્ર વર્તુળ માંથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.