મોરબીના વિસીનગરમાં મેન રોડ ઉપર નગરપાલિકા દ્વારા પાણીની પાઈપલાઈન માટે કરેલા ખાડામાં આખેઆખું બાઈક ખાબક્યું તંત્રની ઘોર બેદરકારી સામે આવી!!!
મોરબી નગરપાલિકા હદમાં આવેલા વિસ્તારોમાં વિવિધ સમસ્યાઓથી પ્રજા પરેશાન બની છે ત્યારે નગરપાલિકા તંત્ર પાસે આયોજનનો અભાવ હોય તેમ ફરી એક ઘટના પ્રકાશમાં આવી છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે મોરબીના વીસી ફાટક પાછળના વીસી પરા વિસ્તારમાં આવેલા વિસી નગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પાણીના પાઇપલાઇનની કામગીરી અંતર્ગત રોડ રસ્તો પર ખાડો ખોદકામ કરેલ હતો
જેમાં મેન રોડ પર ખોદકામ ચાલુ હોય તે સમય દરમિયાન કે તે પછી કોઈપણ પ્રકારની તકેદારી રાખ્યા વગર આડસ વગર ખુલ્લુ રાખી દેતા ગત તારીખ 24-3- 2022 ના રોજ તે ખાડામાં એકાએક મોટરસાયકલ ખાતે થયું હતું સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ ઇજાગ્રસ્ત મોટરસાયકલ ચાલક સામાન્ય બન્યો હતો અને મોટર સાયકલ માં થોડું ઘણું નુકસાન થયું છે જે ઉપરોક્ત તસવીરમાં નજરે પડે છે