મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE અને ફોર વ્હિલ માટે GJ36AF સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા તા:-૦૧/૦૪/૨૦૨૨ થી શરૂ થયેલ છે. તા:-૦૧/૦૪/૨૦૨૨ થી તા:-૦૩/૦૪/૨૦૨૨ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા:-૦૪/૦૪/૨૦૨૨ થી તા:-૦૫/૦૪/૨૦૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે.
તથા તા:-૦૬/૦૪/૨૦૨૨ નારોજ ઓક્શન નુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. તેમજ મોટર વાહન ના ઈ-ફોર્મ ઓક્શન ના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) મા એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજુ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.