સાંસદ આર્દશ ગ્રામયોજના અન્વયે નામ નોધણી કેમ્પ અને સેમીનારનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા આત્મીય કોમ્પુટર, રવાપર રોડ ખાતે તા.૨૯/૦૩/૨૦૨૨ ના રોજ બપોરે 0૩:00 કલાકે આયોજન કરવામાં આવેલ છે. ઉમેદવારોને રોજગારલક્ષી સેવા, કારકિર્દી માર્ગદર્શન મળી રહે તે માટે નોધણી કરવામાં આવશે જે નોધાયેલ ઉમેદવારોને રોજગાર કચેરી દ્વારા યોગ્ય માર્ગદર્શન થી ઉજવળ કારકિર્દી બનાવી શકાય એ હેતુ થી નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ અંગે વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ- રૂમ નં. ૨૧૪ થી ૨૧૬, સો-ઓરડી વિસ્તાર, મોરબી. વધુ માહિતી માટે રોજગાર સેતુ હેલ્પલાઇન નં. ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા તેમ જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું છે.