આવતીકાલે : રાજનગર ફીડર, ઘુંટુ ગ્રામ અને ઔધોગિક વિસ્તારમાં વીજકાપ રહેશે

ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ ૨૨/૦૫/૨૦૨૪ ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો Getco દ્વારા સબસ્ટેશન મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રહેશે

66 કેવી કાલીકનગર સબ સ્ટેશનમાંથી નીકળતા આલ્ફા, ડોનેટો,ગ્રેફોન,લેકસસ, સેઝોન શુભ,રોલતાસ ગજાનંદ જે જિ વાય,કૈલાશ ખેતીવાડી, સવારે ૦૮:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.

66 કેવી ઘુટુ રોડ સબ સ્ટેશન માંથી નીકળતા ૧૧કેવી ઘુટુ જેજીવાય, લેંજ, વિવાન્તા, સેપલ સિલ્ક તથા માંડલ ખેતીવાડી ફીડર સવારે ૭: ૦૦ થી ૧: ૦૦ વાગ્યે સુધી બંધ રહેશે.

ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

નોંધ:- કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.

———————————————————————————

તારીખ :- ૨૨.૦૫.૨૦૨૪ ના બુધવાર ના રોજ પંચાસર રોડ નવો બનતો હોઈ તે રોડમાં નડતા થાંભલા ખસેડવા માટેની ખૂબ જ અગત્યની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી રાજનગર ફીડર સવારે ૦૭:૦૦ થી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.

જેની આ ફીડરમાં આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોક ની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-૩,૪,૫,૬ નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર, વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.