મોરબી : પી.જી.પટેલ કોલેજની એકી સાથે પાંચ વિધાર્થીનીઓ યુનિવર્સિટી  10 માં

તાજેતરમાં જ મોરબીની પી.જી.પટેલ કોલેજની વિધાર્થીની એ B.Com Sem-3નાં પરિણામમાં સમગ્ર યુનીવર્સીટી માં પ્રથમ સ્થાન મેળવ્યું છે ત્યારે આજે પી.જી.પટેલ કોલેજની  યશ-કલગી માં વધુ એક પીછું ઉમેરાયું છે જેમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા જાહેર થયેલ  M.Com Sem-1 નાં પરિણામમાં પી.જી.પટેલ કોલેજની એક કે બે નહિ પરંતુ એક સાથે ચાર-ચાર વિદ્યાર્થીનીઓ એ યુનિવર્સિટી  10 માં સ્થાન પ્રાપ્ત કર્યું છે

જેમાં યુનિ.ચોથા ક્રમે ભાલોડીયા ખુશી લવજીભાઈ,  યુનિ.સાતમાં ક્રમે બારા પાયલ હિતેષભાઈ, યુનિ.નવમા ક્રમે ધોરીયાણી ક્રિષ્ના ચંદુલાલ, યુનિ.દસમાં ક્રમે વીંછી કિંજલ સંજયભાઈ રહ્યા હતા તેમજ M.Com Sem-૩મા પણ કોલેજની વિધાર્થીની થડોદા ભાવિશા હસુભાઈ એ સમગ્ર  સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમા ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

વધુમાં  M.Com Sem-1 ની અન્ય બે  વિધાર્થીનીઓ કોટેચા દ્રષ્ટિ શૈલેશભાઈ તથા ધોરિયાણી ક્રિષ્ના ચંદુલાલ એ કોમર્સ વિદ્યાશાખાનાં એકાઉન્ટ જેવા મુખ્ય વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરીને અતુલ્ય સફળતા પ્રાપ્ત કરી છે. તમામ વિદ્યાર્થીનીઓએ સંસ્થા, પરિવાર અને સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે એક સાથે પાંચ વિધાર્થીનીઓ યુનિવર્સિટી  10 માં સ્થાન પ્રાપ્ત કરે તે જવલ્લે જ જોવા મળે છે, જો સચોટ અને પધ્ધતિસર નું મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવામાં આવે તો આવું ઉંચ્ચ પરિણામ મેળવી શકાય તે  મોરબીની પી.જી.પટેલ કોલેજે સાર્થક કરી બતાવ્યું છે.

આ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે ઉપરોક્ત બંને વિધાર્થીનીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.