મોરબીના મચ્છુ ૨ સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીના ક્લાર્ક દ્વારા ૪૦૦૦ ની લાંચ માંગવામાં આવી હોય જેથી એસીબી ટીમે છટકું ગોઠવીને લાંચ સ્વીકારતા ક્લાર્કને રંગેહાથ ઝડપી લીધો હતો
મચ્છુ ડેમમાંથી છોડવામાં આવતું સિંચાઈ નું પાણી મેળવવા ફરિયાદીએ તેની ત્રણ જમીનમાંથી બે જમીનમાં અરજી કરી ના હોય અને સિંચાઈ પાણીનો ઉપયોગ કરેલ ના હોવા છતાં મોરબી મચ્છુ ૨ સિંચાઈ પેટા વિભાગ, નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીના ક્લાર્ક વર્ગ ૩ જગદીશ જેઠાલાલ દવે દ્વારા ફરિયાદીને જણાવ્યું હતું કે તમે અરજી ના કરેલ જમીનમાં સિંચાઈના પાણીનો ઉપયોગ કરેલ છે જેથી કાયદેસર દંડ કરી સકું છું પરંતુ જો દંડ ના ભરવો હોય તો ૬૦૦૦ રૂપિયા વહીવટના થાય તમે ૪૦૦૦ આપી દેજો કહીને લાંચ માંગી હતી
જે રકમ ફરિયાદી આપવા માંગતા ના હોવાથી એસીબી ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેથી રાજકોટ એસીબી એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી એલ દેસાઈના સુપરવિઝન હેઠળ રાજકોટ શહેર એસીબી પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાની ટીમે છટકું ગોઠવ્યું હતું ટંકારા તાલુકાના ઘુનડા ગામના શક્તિ પાન કોલ્ડ્રીંકસ પાસે લાંચની રકમ લેવા ક્લાર્ક ને બોલાવ્યો હતો અને ૪૦૦૦ ની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લેવાયો હતો