“વાંકાનેર ના જાલી ગામ ચોકીદાર પર છરી વડે હુમલો”
મોરબી શહેર જિલ્લા પોલીસ વડા ની કડક સૂચના અંતર્ગત વિવિધ પોલીસ મથકો ના ફરજનિષ્ઠ પોલીસ કર્મચારીઓ દ્વારા પેટ્રોલિંગ સતત ધરવામાં આવ્યું હોય જેથી અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂ-જુગાર જેવા દુષણો પર પોલીસ તંત્ર દોસ્ત બોલાવી દીધી છે ત્યારે મોરબી શહેર જિલ્લામાં પોલીસનો ડર કજિયાળો માથાભારે ગુનાહિત ટેવ ધારકો મા ડર ના રહ્યો હોય તેમ છાશવારે જીવલેણ હથિયારો વડે હુમલાની ઘટનાઓ મોરબી શહેર જિલ્લામાં પોલીસ ચોપડે ચડતી હોય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ મારામારી જીવલેણ હથીયાર વડે હુમલા ની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે
એવું જ કંઈક વાંકાનેરના જાલી ગામ ખાતે ચોકીદાર પર છરી વડે હુમલો કરી દેવાની ઘટના નો મામલો વાંકાનેર પોલીસ મથકે નોંધાયો છે જે અંગે ની પોલીસસુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેરના જાલી ગામે રહેતા અશોકભાઈ રામજીભાઈ ગોરીયા (ઉ.૩૨) તથા તેના પત્ની અમૃતમ કારખાનામાં ચોકીદાર તરીકે હતા ત્યારે બે અજાણ્યા ઇસમો કારખાનાના પટમાં આવી દરવાજો ખખડાવતા ફરિયાદી અશોકભાઈ એ દરવાજો ખોલેલ અને એક ઇસમે તેના હાથમાં રહેલ છરી વડે કોઈ કારણોસર છાતીના ડાબા ભાગે મારેલ અને લોહી નીકળતા રાડો પાડતા તેના પત્ની આવી જતા બન્ને ઇસમો ભાગી ગયેલ હોવાની ફરિયાદ અશોકભાઈ ગોરિયા એ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાવી છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે