માળીયા (મીં) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોડેલ સ્કૂલ મોટીબરારના ઝળકતા સિતારાઓ

તા. 24 માર્ચ 2022 ગુરૂવારના રોજ માળીયા (મીં) તાલુકા કક્ષાના ખેલમહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન થયેલું હતું.

જેમાં માળીયા (મીં) તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોમાં મોડેલ સ્કૂલ મોટીબરારના વિદ્યાર્થીઓમાં ધોરણ 9નો વિદ્યાર્થી ડાંગર અભય આશિષભાઈ ગોળાફેંકની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે,ધોરણ 9ની વિદ્યાર્થિની તલાવડીયા શારદા રમેશભાઈ લાંબી કૂદમાં પ્રથમ ક્રમાંકે, ધોરણ 11 ની વિદ્યાર્થીની ઝાલા મંજુલાબેન મનુભાઈ ચેસની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે, ધોરણ 11ની વિદ્યાર્થિની ઝાલા મધુબેન મનુભાઈ ચેસની સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંકે અને ધોરણ 9ની વિદ્યાર્થિની ગમારા કાજલ હરજીભાઈ 100 મીટર દોડની સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પર વિજેતા થયેલ છે

શાળાને ગૌરવાન્વિત કરનાર વિજેતા વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાએ પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરે એ બદલ મોડેલ સ્કૂલ મોટીબરારના આચાર્ય બી.એન.વીડજા સાહેબ તથા શાળા પરિવાર દ્વારા અભિનંદન આપી, જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી