મોરબીમાં સ્વચ્છતાનો અભાવ ઠેરઠેર જાહેર માર્ગોપર ગંદકીના ગંજ

સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું મોરબી શહેર ઔદ્યોગિક ક્ષેત્રે મોરબી જિલ્લા સહિત અન્ય જિલ્લાઓ રાજ્યોમાં જાણીતું છે ત્યારે તંત્ર પાસે આયોજનનો અભાવ સતત રહ્યો હોય તેમ છાશવારે સમસ્યાઓની હારમાળા મતદાર પ્રજાના ભાગે રહી હોય તેમ અખબારોના સમાચાર બની ગઈ છે મોરબીના મુખ્ય માર્ગો પર ઠેરઠેર ગંદકી કચરાના ગંજ ના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે

સાથે સ્થાનિક ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ નગરસેવકો અને ધારાસભ્યો સંસદસભ્યો પ્રજા ચિંતક કેવા!? છે તેની ઓળખ આપતી હોય તેમ મોરબીની શેરી ગલીઓ તો ઠીક પરંતુ જાહેર માર્ગોપર કચરાના ગંજ રખડતા ઢોર વિકાસની વાતો કરનારા નેતાઓ દ્વારા કેવા વિકાસ તે તસવીરો મા નજરે પડે છે