મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી જાણીતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા આજે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડની જરૂરિયાત ઉભી થવાની સ્થિતિ અંગે ડો.કપિલ બાવરવા દ્વારા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપને જાણ કરવામાં આવતા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્યો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યા હતો.
આ કેમ્પને સફળ બનાવવા માટે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, રાકેશભાઈ બરાસરા, જીતેન્દ્રભાઈ રાવલ, દિપકભાઈ પરમાર અને પંકજભાઈ પરમાર તથા સિવિલ હોસ્પિટલના ડો.કપિલ બાવરવા તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.