મોરબી : 5 જુન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ જે નિમિત્તે પર્યાવરણને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને પર્યાવરણ જાળવણી માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં અગ્રણી અને ઇટાલિયન ડિઝાઈનર ટાઈલ્સની વિશ્વ વિખ્યાત બ્રાન્ડ થી જાણતી નેક્સિઅન સરફેસ પ્રાયવેટ લિમિટેડ દ્વારા પણ પર્યાવરણ દિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.
જે અંતર્ગત કંપનીના ડાયરેકટર અને સ્ટાફે પર્યાવરણની જાળવણીના શપથ લીધા હતા તથા વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.