કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોરબી ના સંયુક્ત ઉપક્રમે તારીખ 26 /3/ 2020 ના રોજ પ્રાકૃતિક ખેતી પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમ માં 130થી વધારે ખેડૂત મિત્રો એ ભાગ લીધેલ.
આ પ્રસંગે જી.એન.એફ.સી ના ચીફ માર્કેટિંગ મેનેજર જી.કે. પટેલ સાહેબ ખાસ ઉપસ્થિત રહી ખેડૂતોને જી.એન.એફ.સી.દ્વારા ઉત્પાદિત લીમડા યુક્ત દવા તેમજ લીંબોળી ના ખોળ ની અગત્યતા અને કાર્ય પધ્ધતિ સમજાવી હતી. આ કેન્દ્રના વડા ડૉ . જીવાણી એ વિજ્ઞાન કેન્દ્રના કાર્ય વિશે સમજણ આપી હતી , ડી.એ સરડવા વૈજ્ઞાનિક શ્રી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી એ જમીનમાં સેન્દ્રીય કાર્બન નુ મહત્વ એટલે કે જમીનની ફળદ્રુપતા કઈ રીતે વધારી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું .
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાકૃતિક ખેતી સંયોજક દાજીબાપુ માથક ગામે થી ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી ના મૂળભૂત અંગ જેવા કે જીવામૃત અને બીજામૃત કઈ રીતે બનાવી ખેતી પાક માં ઉપયોગ કરી શકાય તે અંગે પોતાના જાત અનુભવ વિશે માહિતી આપી હતી ભરતભાઈ પરસાણા (રાજકોટ) એ દૂધ ગોળ ના પ્રયોગ વિષે સમજણ આપી હતી. આ પ્રસંગે વડાલ (જુનાગઢ ) ના પ્રગતિશીલ ખેડૂત હેમલભાઈ મહેતા તેમજ હિતેશભાઈ દોમણીયા એ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી મા આચ્છાદન અને મિશ્ર પદ્ધતિ કઇ રીતે અપનાવી શકાય તે અંગે પોતાના જાત અનુભવોનું વર્ણન કર્યું હતું .
જીએસએફસીના એરીયા મેનેજર વી. એમ. વઘાસીયા દ્વારા પ્રાકૃતિક ખેતી ઉત્પાદનનાં વેચાણ વ્યવસ્થા માળખાકીય વ્યવસ્થા ઊભી કરવા આ અંગે સમજણ આપી હતી .આ કાર્યક્રમની આભારવિધિ એમ.કે. સનારીયા એરિયા મેનેજર, મોરબી દ્વારા કરવામાં આવેલ હતી .આ કાર્યક્રમ સફળ બનાવવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી અને જીએનએફસી મોરબીના અન્ય અધિકારી /કર્મચારીની મહેનત તેમજ આ કાર્યક્રમ માં હાજર રહેલ ખેડૂત મિત્રો ને આભારી હતી.