રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી એન.એમ.એમ.એસ. પરીક્ષાનું મેરીટ લીસ્ટ જાહેર થયું. જેમાં માળિયા તાલુકા ની શ્રી નાનીબરાર તાલુકા શાળાની વિદ્યાર્થીની ડાંગર દેવાંગીબેન મહેશભાઈએ મેરીટમાં સ્થાન મેળવેલ છે.
આ સાથે જ 128 માર્ક્સ સાથે તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે. જે બદલ એમના માર્ગદર્શક શિક્ષક રાકેશભાઈ ફેફર અને શાળા પરિવાર દ્વારા દેવાંગીબેન અને આ પરીક્ષા પાસ કરેલ શાળાના અન્ય વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામના પાઠવવામાં આવી હતી.