મોરબીમાં ૧૭ જૂને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૨૧ જૂન અંતર્ગત યોગ પ્રશિક્ષણ અને શિબિરનું આયોજન કરાયું

મોરબી પટેલ કન્યા છાત્રાલય ખાતે શિબિરમાં જોડાવવા મોરબીના યોગ પ્રેમીઓને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અનુરોધ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લામાં ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી અંતર્ગત મોરબીમાં પટેલ કન્યા છાત્રાલય, નવા બસ સ્ટેશન પાછળ, શનાળા રોડ ખાતે આગામી ૧૭ જૂનના રોજ સવારે ૦૫:૩૦ થી  ૦૮:૦૦ દરમિયાન યોગોત્સવ કાઉન્ટ ડાઉન યોગ શિબિરનું સુંદર આયોજન કરવામાં આવનાર છે.

આ યોગ શિબિરમાં ૨૧ જૂન આંતરાષ્ટ્રિય યોગ દિવસે પૂરી દુનિયામાં એકસરખી રીતે કરાતા યોગ એટલે કે “કોમન યોગ પ્રોટોકોલ” (સામાન્ય યોગ અભ્યાસક્રમ) નું પ્રશિક્ષણ સમગ્ર મોરબી જિલ્લાની યોગ બોર્ડની ટીમ દ્વારા આપવામાં આવશે.

મોરબી જિલ્લાની દરેક યોગ પ્રેમી જનતાને, યોગ સાથે જોડાયેલ દરેક સંસ્થાઓને, યોગ કોચ, ટ્રેનર અને યોગ સાધકો, વિવિધ સંગઠનો, મહિલા મંડળો, NGO, જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓને આ યોગ શિબિરમાં જોડાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ નિઃશુલ્ક યોગ શિબિરમાં જોડાવવા નીચે આપેલ લિંક પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. https://forms.gle/nvvqYP3dUhAeSdJW8 વધુ માહિતી માટે વિજયભાઈ શેઠ (કચ્છ ઝોન યોગ કો-ઓર્ડીનેટર) તેમજ વાલજી પી. ડાભી (મોરબી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર) અથવા આ મોબાઈલ નં. 95862 82527 પર સંપર્ક કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવાયું છે.