મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના નવા માળખા માં જગદીશ ઠાકોરની ટીમ માં મોરબીના યુવા આગેવાન મનોજભાઈ પનારા ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માં મહામંત્રી તરીકે નિમણૂક થવા બદલ, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમને અભિનંદન અને નિમણુંક આવકાર વાનો સ્વાગત કાર્યક્રમ નું આયોજન કરેલ.
એમના અભિનંદન અને સ્વાગત સમારોહ કાર્યક્રમ માં ટંકારા પડધરી ના ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને જયંતીભાઈ જે પટેલ, પુષ્પાબેન ભટ્ટ, રામજીભાઈ રબારી, રાજુભાઈ આહીર, કે ડી પડસુંબીયા, ધર્મેન્દ્ર વિડજા, રાજુભાઈ કાવર , નયનભાઈ અઘારા,મહેશ પરેજીયા, રાજુભાઈ ચૌહાણ, મુકેશ ભાઈ ગામી, કે બી ઝાલા, રઘુભાઈ કંઝારિયા, કર્નલ લાડવા, રાણાભાઈ ડાંગર, દિલીપ સરડવા, અશ્વિન વિડજા, અશોક કૈલા, રજનીશ શિરવી, યોગેશ અમૃતિયા, પીપી બાવરવા, શબ્બીર બુખારી, વિજય કોટડીયા, કિશોર ઉભડિયા, જગદીશ મુછડિયા, હરેશ શેરસિયા, છગન ભાઈ સરડવા, અશ્વિન પરમાર, રવજીભાઈ સોલંકી, લલીત કાસુન્દ્રા, જાન મહોમ્મદ , સામજી મજીઠીયા સહિત અનેક આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ, તાલુકા કોંગ્રેસ,શહેર કોંગ્રેસ , મહિલા કોંગ્રેસ અને દરેક સેલ ફ્રન્ટલ ના પ્રમુખો આગેવાનો અને કાર્યકર્તાઓ એ મનોજ ભાઈ પનારા ને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની નિમણૂક ને આવકારી હતી. મનોજ ભાઈ પનારા એ પોતાની નિમણુંક નો જસ મોરબી જિલ્લા કોંગ્રેસ અને મોરબી ના આગેવાનોને આપ્યો હતો. મનોજ ભાઈ એ હુંકાર કર્યો હતો કે મોરબી જિલ્લા ની બધી સીટો કોંગ્રેસ જીતશે. કોંગ્રેસ ને જીતાડવા માં કોઈ કસર નહિ રાખે અને તમામ કાર્યકરોને સાથ – સહકાર આપવા વિનંતિ કરી હતી.
બીજેપી ની તાનાશાહી સામે જનૂન,જોમ – જુસ્સા થી લોકો ના પ્રશ્નો ને વાચા આપી ઉકેલવા ની વાત કરી હતી. કોંગ્રેસ એ ગરીબો,મજૂરો, કિસાનો, મધ્યમ વર્ગ ના લોકો નો પક્ષ છે તેવું મનોજ પનારા એ જણાવ્યું હતું. મનોજભાઈ ની નિમણુક થી મોરબી જિલ્લા કોંગ્રેસ માં ઉત્સાહ નું વાતાવરણ જોવા મળ્યું છે.