મોરબી : બાલવિવાહ, વ્યસન, અંધશ્રધ્ધા જેવા કુરિવાજોનો ત્યાગ કરવા માર્ગદર્શન અપાયું

વિચારતી વિમુક્ત જાતિની સરકારની વિવિધ યોજનાઓની માહિતી અંગે વર્કશોપ યોજાયો

ભારત સરકારના સામાજિકન્યાય અને અધિકારીતા મંત્રાલય અંતગર્ત વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્ય ભરતભાઇ પટણી મોરબી જિલ્લાની મુલાકાતે પધારેલ હતા.

આ મુલાકાત દરમિયાન મોરબી સર્કીટ હાઉસ ખાતે NTDNT વર્કશોપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમા ભરતભાઇ પટણી દ્વારા વર્કશોપમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિચરતી અને વિમુક્ત સમુદાયના લોકોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી અને માનવ વિકાસને લગતી યોજનાઓ વિશે સમજુતી આપેલ હતી. સરકારશ્રીની આ યોજનાઓનો લાભ લેવા માટે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સમાજમાં પ્રવર્તમાન કુરીવાજો જેવા કે બાલવિવાહ, વ્યસનો અને અંધશ્રધ્ધામાંથી બહાર આવી સમાજની એકતા અને વિકાસમાં ફાળો આપવા માટે હાજર રહેલ લોકોને વિનંતી કરવામાં આવેલ હતી.

આ તકે વર્કશોપમાં  વિચરતી અને વિમુક્ત સમુદાયના મોરબી જિલ્લાના જુદી જુદી જ્ઞાતિના સમાજ આગેવાનો હાજર રહી વર્કશોપને સફળ બનાવવામાં ફાળો આપેલ હતો

આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર વતી નિવાસી અધિક કલેકટર એસ. જે. ખાચર, મોરબી સીટી મામલતદાર વાળા તેમજ કાર્યક્રમના લાયઝન આધિકારી અને  જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા) મોરબી એલ.વી.લાવડીયા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં પાયાની ભૂમીકા ભજવેલ હતી.