મોરબીના રવાપર રોડ પર રિલાયન્સ નગરમાં રહેતા 45 વર્ષીય વિનોદભાઈ મગનભાઈ અમૃતિયા પોતાના બાઈકને ડેમ નજીક આવેલી હોટલ પાસે મૂકીને ડેમ તરફ ગયા હોવાની માહિતી મળતા મોરબી ફાયર બ્રિગેડને કોલ મળતા સતત 2 દિવસ સુધી તરવૈયાઓની ટીમ સાથે શોધખોળ કરી હતી પરંતુ તેમનો પતો લાગ્યો ન હતો.
દરમ્યાન આજ સવારે ફાયર બ્રિગેડ દ્વારા ફરી શોધખોળ શરૂ કરતા મૃતદેહ ડેમ પાસે તરતી હાલતમાં મળી આવતા ખરાઈ કરતા આ મૃતદેહ વિનોદભાઈનો જ હોવાનું સ્પષ્ટ બનતા મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું મોરબી ફાયર બ્રિગેડના દેવેન્દ્રસિંહે જણાવ્યું હતું