ટંકારા : હિરાપર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

હાલની પરિસ્થિતિને જોતા આપણે સૌ જાણીએ છીએ કે વૃક્ષો એ પાયાર્યવરની સૌથી મોટી જરૂરિયાત છે. દૂષિત થતાં પર્યાવરણને બચાવવા માટેનો એકમાત્ર ઉપાય એટલે વૃક્ષો. જે બાબતને ધ્યાનમાં લઈ ટંકારા તાલુકાના હિરાપર ગામના યુવાનોએ આ ચોમાસામાં પોતાના ગામમાં 500 વૃક્ષો વાવવાનો નિર્ધાર કરેલ છે.

જે અન્વયે ગામના 15 જેટલા યુવાનોએ વરસાદી વાતાવરણમાં 200 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આવનારા સમયમાં હજુ 300 વૃક્ષો વાવવામાં આવશે એવું કામધેનુ ગૌશાળા હિરાપરના સભ્યોએ જણાવ્યું હતું.