મોરબી ખાતે વિનામૂલ્યે આયુર્વેદ નિદાન કેમ્પ યોજાશે

“ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ” આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન.

નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા `વિનામૂલ્યે આયુર્વેદ નિદાન, સારવાર કેમ્પʼ નું આયોજન કરવામાં આવેલ છે. તો આ કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને નમ્ર અનુરોધ છે.

કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર:
(૧) વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર, [મેડિકલ ઓફિસર(આયુર્વેદ),
(૨) વૈદ્ય જિજ્ઞેશભાઈ બોરસાણિયા,[મેડિકલ ઓફિસર(આયુર્વેદ)

કેમ્પમાં ઉપલબ્ધ સુવિધાઓ:
આયુર્વેદિક નિદાન, સારવાર (વિનામૂલ્યે), આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા વિતરણ

હરસ, મસા, શરદી, ઉધરસ, શ્વાસ, એલર્જીની શરદી, સાંધાનો દુ:ખાવો, ખરજવુ, ધાધર,ખીલ,કાળા ડાઘ જેવા ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, અપચો, ગેસ, પેટનો દુખાવો, એસીડીટી,કૃમિ, કબજિયાત,મરડો જેવી પાચન સંબંધી તકલીફ, મધુમેહ, સ્થૂળતા જેવા જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર.

તારીખ:- ૧૩/૦૭/૨૦૨૪ શનિવાર, કેમ્પનો સમય:- ૯:૦૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી, સરનામું – આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રધાનમંત્રી આવાસ યોજના, દલવાડી સર્કલ, કામધેનુ પાર્ટી પ્લોટની પાછળ, મોરબી.