માધાપરવાડી કન્યા શાળા મોરબી ખાતે વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધા યોજાઈ
કલેકટર કચેરી,મધ્યાહ્નન ભોજન શાખા દ્વારા અત્રેની માધાપરવાડી કન્યા શાળા ખાતે પી.એમ.પોષણ અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે દરેક તાલુકામાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર જિલ્લા કક્ષાની કુકિંગ કોમ્પિટિશનમાં કુલ પાંચ સ્પર્ધકો સર્વશ્રી મોરબી તાલુકામાંથી મીનાબેન માકડીયા,માળિયાથી સારબાઈ મોવર,ટંકારમાંથી પ્રદીપભાઈ ભગદેવ, વાંકાનેરમાંથી વસંતબા ગોહિલ હળવદમાંથી ભગવતીબેન સાધુ વગેરેએ વિવિધ વાનગી જેવી કે ફાડા લાપસી,સૂકી ભાજી, મિક્સ કઠોળ ભેળ, ઈડલી સાંભાર, સુખડી, ઉપમા વગેરે જેવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી કુલ આઠ નિર્ણાયકોએ તમામ સ્પર્ધકોની વાનગીઓનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું
કુલ 400 માર્કમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર નક્કી કર્યા હતા પ્રથમ નંબર મોરબી તાલુકાના મીનાબેન માકડીયાને 10000/- રૂપિયા દ્વિતીય ટંકારા તાલુકાના પ્રદીપભાઈ ભગદેવ નંબરને 5000/- રૂપિયા અને તૃતીય નંબર માળિયા તાલુકાના સારબાઈ મોવરને 3000/- રૂપિયાના ચેકથી પુરસ્કાર શ્રી એમ.એ.ઝાલા, નાયબ કલેક્ટરશ્રી દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા અને ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.
સ્પર્ધામાં ઓમદેવસિંહ જાડેજા, નાયબ મામલતદાર તેમજ એસ.જે.ઠુમર નાયબ મામલતદાર, ભાવનાબેન ચારોલા સીડીપીઓ, રમેશભાઈ કાલરીયા સી.આર.સી.કો.ઓ. ખુશ્બુબેન રૂપાપરા, આરતીબેન મકવાણા વગેરે મધ્યાહ્નન ભોજન કચેરીના સ્ટાફ તેમજ મહાદેવભાઈ ઉંટવાડીયા પ્રમુખ મધ્યાહ્નન સંચાલક મંડળ મોરબી જિલ્લો બળવંતભાઈ સનાળીયા પ્રમુખ ચંદુભાઈ વ્યાસ મહામંત્રી સંચાલક મંડળ મોરબી તાલુકો તેમજ હર્ષદભાઈ ઉંટવાડિયા સંચાલક માધાપરવાડી કન્યા શાળા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન,વ્યવસ્થા દિનેશભાઈ વડસોલાએ કરી હતી.