સોશિયલ મિડિયામાં યુવાને સ્ટંટનો વિડિયો મુક્યો: કોમેન્ટમાં લખ્યું પાર્ટ-2 આવશે, સ્ટંટબાજે કહ્યું “સપના જોવો સપના…”

મોરબી જિલ્લામા હાઇવે તેમજ આંતરિક રસ્તાઓ ઉપર પોતાના તેમજ અન્યોના જીવ જોખમમાં મુકાય તેવા સ્ટંટ કરી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરવાની ફેશન ચાલી હોય તેવી સ્થિતિમાં પોલીસ પણ હવે વીણી વીણીને આવા સ્ટંટબાજો ને પકડી કાયદાનું ભાન કરાવી રહી છે. પરંતુ કેટલાક લબર મુછીયાની હજુ આંખો ઉઘડી નથી તેવું લાગી રહ્યું છે. અને વારંવાર પોલીસને ચેલેન્જ ફેકતા હોય તેવી રીતે બેખોફ બની ગયા છે.

ત્યારે વધુ એક યુવાનનો આવો જ વિડિયો વાયરલ થયો છે. આ યુવાનના વિડિયો પરથી મોરબીનો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. તેણે પોતાની ઇન્ટાગ્રામ આઈડી Kirit_thakor_2593 પર અનેક કાર અને બાઇકમાં સ્ટંટના વિડિયો અપલોડ કર્યા છે. એટલું જ નહિં પોતાનો તો ઠીક અન્યના જીવ જોખમાય તેવું કૃત્ય કર્યું છે.

એક વિડિયોમાં તો આ યુવાને ચાલુ કારે ડ્રાઇવિંગ સીટ પરથી બહાર નીકળીને કારની બોનેટ ઉપર ઉભા રહીને “આ રહ્યા હું ફિર સે અપને પુરાને અંદાજ મેં, ફિર દેખ તે હૈ કોનસા બાજ કિતની ઇંચાઈ પે ઉડતે હૈ, હવે આ વિડિયોની વા કરીએ તો તેમાં ઘણા લોકોએ કોમેન્ટ કરી છે એમાના એક યુવાને કોમેન્ટમાં લખ્યું “આ છપરીને પોલીસે પકડી લીધો છે પાર્ટ-2 પણ આવશે, ત્યારે વળતા જવાબમાં સ્ટંટબાજ યુવાને લખ્યું “સપના જુઓ સપના” આનો મતલબ કંઈક એવો થયો કે શું પોલીસનો ડર આ યુવાનને નથી કે પછી પોલીસનો ડર ઓસરી ગયો છે.

આ યુવાને માત્ર કાર પર જ નહિં ચાલુ બાઇકે સ્ટંટ કર્યા હોવાના પણ સોશ્યલ મિડિયા પર તેમની ઇન્ટાગ્રામ પરથી આઇડી પર અપલોડ કર્યા છે. મયુર બ્રિજ પર જ્યાં લોકો ફુટપાથ પર ચાલતા હોય છે ત્યાં પણ આ યુવાને બાઇક ચલાવીને વિડિયો બનાવ્યો અને સોંગ રાખ્યું ” દુનિયા સાહેબ આપણી કોપી કરે આપણે નહીં, નામ ઐસા બનાવો નામ સુનતે હી કામ હો જાયે… હવે આગામી દિવસોમાં જોવું રહ્યું પોલીસ આ સ્ટંટબાજને પકડીને વ્યવસ્થિત કાયદાના પાઠ ભણાવે. જેથી અન્ય સ્ટંટબાજ પણ ચેતી જાય.

આ યુવાન રિલ્સ બનાવી ફોલોવર્સ બનાવાની ઘેલછા પાછળ અન્ય લોકોના પણ જીવ જોખમમાં મુકી શકે છે. મોરબીના બેઠા પુલ પર જાહેર રોડ પર બાઇક વચ્ચે રાખી ટ્રાફિકને પણ અડચણરૂપ વિડિયો બનાવી ચુક્યો છે. અને રિલ્સ સોશિયલ મિડિયામાં અપલોડ કરી રહ્યો છે. હવે આગામી દિવસોમાં આ સ્ટંટબાજ યુવાન વિરૂદ્ધ પોલીસ શું કાર્યવાહી કરશે. જેથી અન્ય યુવાનો પણ ચેતી આવા સ્ટંટ કરતા અટકે.

https://www.facebook.com/share/v/ZQUjKSsPoeWLb1ot/?mibextid=1hYEk3