આપણાં મોરબી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ પ્રેરિત અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતા મેડમના માર્ગદર્શન હેઠળ તા. ૧૯/૦૭/૨૦૨૪, શુક્રવારના રોજ બપોરે ૨:૦૦ થી ૫:૦૦ વાગ્યા દરમિયાન મોડેલ સ્કૂલ, રાજકોટ રોડ, વાંકાનેર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
જેમાં N.M.M.S અને જ્ઞાનસાધના જેવી પરીક્ષામાં ટોપર આવેલ અલગ અલગ શાળાના કુલ ૭૬ વિદ્યાર્થીઓએ અને તેઓના વાલીઓએ ભાગ લીધો હતો. જેમાં NTSE, પ્રખરતા શોધ કસોટી, SSE, IIT ENTRANCE EXAM, તથા તર્કશક્તિ વિકાસની પ્રવૃત્તિઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે જાગૃતિ બાબતે અનુક્રમે જે તે સ્પર્ધાત્મક પરીક્ષા વિશે માર્ગદર્શન નરેન્દ્રભાઈ કાલરિયા (મ.શિ. શ્રી દીઘલિયા પ્રા.શાળા), જિતેન્દ્રભાઈ પાંચોટિયા (મ. શિ. શ્રી હસનપર પ્રા. શાળા), શ્રીમતી ડૉ. પાયલબેન ભટ્ટ (મ. શિ. શ્રી રાતીદેવળી પ્રા.શાળા), અજિતભાઈ સોનારા (સી.આર.સી. કૉ.ઑ.) એ PPT સાથે આપ્યું હતું.
આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.જી. વોરા, બી.આર.સી.કૉ.ઑ. મયૂરસિંહ પરમાર , મોડેલ સ્કૂલના આચાર્ય અલ્પાબેન તથા કેળવણી નિરીક્ષક યુવરાજસિંહ વાળા ઉપસ્થિત રહ્યા હતાં અને કાર્યક્રમને અનુરૂપ પ્રેરક પ્રવચન આપ્યું હતું. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે માર્ગદર્શન સેમિનારનું કૉઓર્ડીનેશન વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.જી. વોરા કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. પાયલબેન ભટ્ટે કર્યું હતું તથા કાર્યક્રમના અંતમાં વાંકાનેર તાલુકાના બી.આર.સી.કૉ.ઑ. મયૂરસિંહ પરમારએ આભારવિધિ કરી હતી.