દર વર્ષે સાંદીપનિવિદ્યા નિકેતન પોરબંદર દ્વારા રાજ્યના દરેક જિલ્લામાંથી એક શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરીતેમને ‘સાંદીપનિ ગુરુ ગૌરવ’ એવોર્ડ’આપી સન્માનિત કરવામાં આવે છે.
દર વર્ષે એક વિષયમાં વિશિષ્ટ રીતે કામગીરી કરેલ શિક્ષકને પસંદ કરી તેમને આ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.આ વર્ષે ‘રમકડા દ્વારા શિક્ષણ’ એ વિષય પર વિશેષ કામગીરી કરેલ મોરબી જિલ્લામાંથી વિજયભાઈ દલસાણીયાની પસંદગી થતા,ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પરમ આદરણીય, સન્માનીય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ‘સાંદીપનિ ગુરુ ગૌરવ’ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ.
તેમણે મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે તે બદલ સૌએ અભિનંદન પાઠવ્યા હતા.વિજયભાઈ શિક્ષણ ક્ષેત્રમાં અનેક પ્રકારના કામગીરીઓ કરી છે. તેમણે શિક્ષણના દરેક ક્ષેત્રમાં વિવિધતા સભર કામ કર્યું છે. તેઓ બાળકોને રમકડા જેવા શૈક્ષણિક સાધનોની મદદથી આનંદમય અભિવ્યક્તિ દ્વારા બાળકોને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરે છે. આ ક્ષેત્રમાં રમકડા મેળામાં તેમની કૃતિ ‘ફરતી પેન્સિલ’નામનું રમકડું નેશનલ કક્ષાએ પસંદ થયું હતું.તેમના આ રમકડાનો ઉદ્દેશ રમકડા સસ્તા બનવાની સાથે બાળકો પૃથ્વી વિશેની માહિતી, સૂર્ય વિશેની માહિતી,રાત દિવસની માહિતી,ચુંબક વિશેની માહિતી ખૂબ જ આનંદમય રીતે સમજી જાય એ પણ એનો મુખ્ય ઉદેશ હતો.
અત્યાર તેમને સુધીમાં ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત થયા છે.તેમણે અત્યાર સુધીમાં બાળકોને 900જેટલી પ્રવૃત્તિઓ કરાવી છે.આ એક એવા શિક્ષક છે જેઓ કલર પણ જરૂર પડે તો જાતે કરી નાખે, પેન્ટિંગ પણ જાતે કરે, રજાનાદિવસે પણ શાળાએ હોય વિજયભાઈને આ સન્માન પ્રાપ્ત થતાં તેમને 56મુ સન્માન થવાનું બહુમાન પ્રાપ્ત થયું છે.આ તકે તેમણે સાંદિપની વિદ્યા નિકેતન પોરબંદરનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.સાથે આ કાર્યમાં મદદરૂપ થનાર તમામનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.