મોરબી : પાનેલી માધ્યમિક શાળામાં વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ

મોરબીઃ તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા શ્રી પાનેલી માધ્યમિક શાળા ખાતે વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમાકુ નિષેધ ચિત્ર સ્પર્ધામાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં બાળકો દ્વારા વ્યસનની શારીરિક અસરો, માનસિક અસરો, આર્થિક અસરો વિશે ચિત્ર દોરીને પોતાની કલાનું પ્રદર્શન આપવામાં આવ્યું હતું.

આ ચિત્ર સ્પર્ધામાં વિજેતા થનાર ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

કાર્યક્રમને અંતે આયુષ્યમાન આરોગ્ય મંદિર લાલપર ના ડો. દર્શન ખત્રી સાહેબ તેમજ કર્મચારી દિલીપભાઈ દલસાણીયા દ્વારા તમાકુના સેવનથી થતી નુકશાની વિશે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ ને યોગ્ય માહિતી આપી સમજાવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને આ દુષણથી દૂર રહેવા અપીલ કરાઈ હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી પાનેલી માધ્યમિક શાળા ના આચાર્ય આશિષભાઇ ચાપાણી, પ્રા.આ.કે. લાલપર ના સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ, સી.એચ.ઓ. સોનલબેન શિયાળિયા, એફ.એચ.ડબલ્યુ ભાવનાબેન ચાવડા અને તેમજ શાળા ના શિક્ષક સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવા માં આવી હતી.