મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા જ્ઞાન સેતુ કસોટીમાં બાળાઓના મેરિટમાં સમાવેશ
મોરબી,અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે અભ્યાસમાં પણ મોખરાનું સ્થાન ધરાવતી માધાપરવાડી કન્યા શાળાની ધોરણ પાંચના બાળકો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત મેં માસમાં લેવાયેલ જ્ઞાનસેતુ કસોટીમાં બંસી હર્ષદભાઈ કંઝારીયા,મનીષા જીવરાજભાઈ પૂજા કાંતિલાલ પરમાર, માનસી મહેશભાઈ ડાભી,આશા ચુનીલાલ પરમાર,અંકિતા મનસુખભાઈ ડાભી,પૂજા અમૃતલાલ હડિયલ કૃપાલી દિલીપભાઈ પરમાર, જીંકલ પોપટભાઈ કંઝારીયા શિતલ રમેશભાઈ ચાવડા, મીરલ રમેશભાઈ ચાવડા વગેરે અગિયાર બાળાઓનો મેરિટમાં સમાવિષ્ટ થતા મોરબી જિલ્લામાં માધાપરવાડી કન્યા શાળાએ મોખરાનું સ્થાન પ્રાપ્ત કરતા તમામ બાળાઓને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવાર દ્વારા ધન્યવાદ પાઠવેલ છે. અને બાળાઓના વાલીઓ તરફથી પોતાની બાળાઓને પૂરતું શિક્ષણ અને માર્ગદર્શન આપી તૈયાર કરવા બદલ શિક્ષકોનો આભાર માન્યો હતો.