વાંકાનેરના નાગરિકોનો એક જ આવાઝ, અમારા રક્ષકો ક્યાં ? :
રોડ પર વચ્ચે ટ્રક આડો રાખી બે શખ્સોએ પેટ્રોલપંપ સંચાલકની કારને ઉભી રાખી માર મારી, લુંટ ચલાવી.
વાંકાનેર વિસ્તારમાં કાયદો વ્યવસ્થા નામશેષ થવા જઈ રહી હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે જેમાં દિનપ્રતિદિન જાહેરમાં મારામારી, હુમલા, લુંટ સહિતના બનાવો બની રહ્યા છે જેમાં આજે બપોરના સવા બે વાગ્યાની આસપાસ વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ નજીક રોડ પર લુંટનો બનાવ સામે આવ્યો છે જેમાં લુણસરીયા ગામના સરપંચના પુત્ર અને પેટ્રોલ પંપ સંચાલક દિવ્યરાજસિંહ ઝાલા જેઓ બપોરે પેટ્રોલ પંપની રકમ બેંક ખાતે જમા કરાવા જતા હોય ત્યારે બે શખ્સોએ પોતાનો ટ્રક રોડ વચ્ચે ચલાવી પેટ્રોલ પંપ સંચાલકની કારને ઉભી રખાવી ઝઘડો કરી, માર મારી એક સોનાનાં ચેન અને રોકડ રકમની લુંટ ચલાવી હતી….
બનાવની ભોગ બનનાર પાસેથી મળતી વિગતો મુજબ વાંકાનેરના લુણસરીયા ગામના સરપંચ જયેન્દ્રસિંહ ઝાલાના પુત્ર અને પેટ્રોલ પંપ સંચાલક દિવ્યરાજસિંહ ઝાલા આજે બપોરના સવા બે વાગ્યાની આસપાસ પેટ્રોલ પંપની રકમ લઈને વાંકાનેર બેંક ખાતે જમા કરાવા જતા હોય ત્યારે આરોપી વાલાભાઈ ભરવાડ અને રાજુભાઈ ભરવાડ (રહે. બંને મોરથરા) પોતાનો ટ્રક ચલાવી તેમની કાર સામે રોડ પર વચ્ચે લાવી કાર ઉભી રખાવી હતી, જે બાદ બંને આરોપીઓએ દિવ્યરાજસિંહ સાથે વાહન ચલાવવા બાબતે ઝઘડો કરી, હુમલો માર માર્યો હતો અને દિવ્યરાસિંહ પાસે રહેલ પેટ્રોલ પંપની રોકડ રકમ અંદાજીત ચાર લાખ અને તેમના ગળામાં રહેલ સોનાના ચેનની લુંટ ચલાવી હતી….
આ બનાવમાં ફરિયાદીને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે, જ્યાંથી તેમણે પોતાની આપવીતી જણાવી હતી. બાબતે હાલ હોસ્પિટલ દ્વારા પોલીસ તંત્રને પણ જાણ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.