મોરબી ટાઉન હોલ ખાતે સખી કલબ તથા સૌરાષ્ટ્ર બ્યુટીકલબ દ્વારા મેકઅપ-હેરસ્ટાઇલના સેમિનારનું ભવ્ય આયોજન 1 એપ્રિલ 2022 ના રોજ શુક્રવારના 1 થી 5 વાગ્યા દરમિયાન રાખેલું છે. આ સેમિનારમાં બ્યુટીજગતમાં નામના ધરાવતા અને સુરતના નીલ બ્રાઇડલ સ્ટુડિયો & એકેડમી ચલાવતા સેલિબ્રિટી મેકઅપ-હેરસ્ટાઇલ આર્ટિસ્ટ ગુંજનબેન પટેલ તેમજ રાજકોટ ક્લાસિક બ્યુટી પાર્લર ચલાવતા ગ્રીષ્માબેન પટેલ બ્યુટી પાર્લરના વ્યવસાય કરતી માહિલાઓને આધુનિક શૈલીનું માર્ગદર્શન તેમજ તાલીમાર્થે ખાસ ઉપસ્થિત રહી બ્યુટીપાર્લરના વ્યવસાયકોને પૂરતું માર્ગદર્શન અપાશે.
છેલ્લા 3 વર્ષથી સતત સખી કલબ મહિલાઓ પોતાના પગભર થાય અને આગળ વધે તે માટે આવા અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. તો જે મહિલા ઓને આ સેમિનારમાં જોડાવું હોય તે વધુ માહિતી માટે નિધિ પટેલ નો સંપર્ક 7046422118,9725065623 પર કરે.