મોરબી તાલુકાની શ્રી નવા મકનસર પ્રાથમિક શાળામાં તેમજ શ્રી એમ.જે.ભાલોડીયા પ્રા.શાળા, નાના દહીંસરા ખાતે સરકારના હર ઘર તિરંગા અભિયાન વિવિધ આયોજનો ગોઠવી અંતર્ગત અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી.
હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા અને દેશ ભક્તિની થીમ પર રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકોએ વિદ્યાર્થિઓને દેશ માટે તેમજ નાગરિકો માટે રાષ્ટ્રધ્વજનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વિધાર્થીઓને રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રોજેક્ટ આપી દરેક ઘરે પોતાના ઘરે તિરંગો ફરકાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રંગોળી સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધામાં સારી શ્રેષ્ઠ કૃતિઓને બનાવનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.