મોરબી OMVVIM કોલેજના વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મેન્ટલ હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પ માં જોડાયા

મનોવિજ્ઞાન ના વિદ્યાર્થીઓને સૈધ્ધાંતિક જ્ઞાન સાથે પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર મોરબી ની કોલેજ નુ અનેરૂ આયોજન.

મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા વિવેકાનંદ યુથ ક્લબ-રાજકોટ દ્વારા મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મેન્ટલ હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પ નુ આયોજન કરવા માં આવ્યુ હતુ, જેમાં પ્રવર્તમાન સમયે વધતી જતી માનસિક સમસ્યાઓ જેવી કે ચિંતા, ડિપ્રેશન, આત્મહત્યા વૃતિ, જિદીપણું, આક્રમકતા, ત્રિદોષ, આવેગિક પરિપક્વતા, નિરાશા મનોવલણ, ઈન્ટરનેટ વ્યસન સહીત ની માનસિક બાબતો ના માપન તેમજ ઉપાય વિશે માર્ગદર્શન ઉપરાંત થેરાપી આપવામાં આવી હતી.

આ કેમ્પ માં મોરબી ની નામાંકિત ઓમવીવીઆઈએમ કોલેજ ના બી.એ. વિદ્યાશાખા ના મનોવિજ્ઞાન વિષય પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યા માં જોડાયા હતા. વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય તેમજ માનસિક સમસ્યાઓ વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મનોવિજ્ઞાન વિદ્યાશાખા ના હેડ ડો. યોગેશ જોગસણ દ્વારા તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

આ તકે મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ના પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, ભરતભાઈ વણોલ, ડો.ઉતમ લુણાગરીયા, ભગીરથસિંહ ઝાલા, જાગૃતિબેન કાસુન્દ્રા, મંદાકીનીબેન જોશી, મયુરીબેન લૈયા સહીત નો સ્ટાફગણ વિદ્યાર્થીઓ સાથે જોડાયો હતો.