ભારતી વિધાલય દ્વારા શાળામાં અને મોક્ષધામમાં ધ્વજવંદન કરાયું

મોરબી-૨ વિસ્તારમાં આવેલી ભારતી વિધાલય શાળામાં 78 માં રાષ્ટ્રીય પર્વ “સ્વાતંત્ર્ય દિવસ ” નિમિતે સૌપ્રથમ શાળામાં ધ્વજવંદન કરવામાં આવેલ.સામાકાંઠા વિસ્તારના નામાંકિત ડૉ.ડી.એસ.પટેલ સાહેબના હસ્તે દેશની આન બાન અને શાન ગણાતા રાષ્ટ્ર્રધ્વજને સલામી આપીને ધ્વજવંદન કરવામાં આવેલ.

ત્યારબાદ છેલ્લા આઠ વર્ષ થી શાળાની નજીક આવેલ પવિત્ર ધામ “મોક્ષપુરી” માં પણ શાળા દ્વારા જ ધ્વજ ફરકાવવામાં આવે છે તેમ આ વર્ષે પણ તિરંગા રેલી કાઢીને શાળાના ભૂતપૂર્વ વિધાર્થી ડૉ.યશરાજસિંહ ઝાલાના વરદ હસ્તે મોક્ષપૂરીમાં ધ્વજવંદન કરવામાં આવેલ.આ સાથે શાળાના પ્રમુખ હિતેષભાઇ મહેતા એ વિદ્યાર્થીઑને શા માટે મોક્ષધામમાં તિરંગો ફરકાવીએ છીએ ? તેમજ શાળાના આચાર્ય કૌશલભાઈ મહેતાએ વિદ્યાર્થીઑને આ જગ્યાને શા માટે પવિત્ર કહેવામાં આવે છે ? તેના વિશે વિદ્યાર્થીઑને માહિતગાર કરેલ.