મોરબી જિલ્લા કક્ષાના ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ ના કાર્યક્રમમાં મોરબીમાં સમાવિષ્ટ તમામ કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રીને કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી.
તેમ છતાં જિલ્લાના (૧)જિલ્લા રજીસ્ટાર મોરબી, (૨) કાર્યપાલક ઈજનેર સૌરાષ્ટ્ર શાખા નહેર, ડિવિઝન ૬/૧, મોરબી, (૩) કાર્યપાલક ઇજનેર સૌરાષ્ટ્ર શાખા નહેર, ડિવિઝન ૫/૨ ધ્રાંગધ્રા કેનાલ, મોરબી, (૪) કાર્યપાલ ઇજનેર સિંચાઈ (સ્ટેટ), મોરબી, (૫) બંદર અધિકારી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ મોરબી કાર્યક્રમમાં ગેરહાજર રહેતા તેઓને જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા નોટિસ આપી કયા કારણોસર જાણ કર્યા વગર ગેરહાજર રહયા છે તેનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. તેમ જિલ્લા વહિવટી તંત્રની યાદીમાં જણાવાયુ છે.