નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના બી. એડ્. વિભાગ દ્વારા રક્ષાબંધન પર્વની ઉત્કૃષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બી.એડ્.ના તાલીમાર્થીઓ દ્વારા મોરબી શહેરના લીલાપર રોડ પર સ્થિત યદુનંદન ગૌ સેવા – ટ્રસ્ટ સંચાલિત ગૌ સેવા આશ્રમ તથા માનવ સેવા આશ્રમની મુલાકાત લેવામાં આવી હતી.
આ માનવસેવા આશ્રમમાં રહેતા ૧૫૦થી વધુ માનસિક દિવ્યાંગ ભાઈઓને બી.એડ્.ના તાલીમાર્થી બહેનો દ્વારા સ્વ – હસ્તે બનાવેલ રાખડીઓ બાંધવામાં આવી હતી. આ ઉપરાંત તાલીમાર્થીઓ દ્વારા એકત્ર કરાયેલ ફાળો ગૌ સેવા આશ્રમના લાભાર્થે આપવામાં આવ્યો હતો તથા નવયુગ ગ્રુપ ઓફ એજયુેશનના પ્રમુખ શ્રી પી. ડી. કાંજીયા દ્વારા માનવસેવા આશ્રમમાં રહેતા તમામ લોકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.
આમ, નવયુગ બી. એડ્. કૉલેજ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી યદુનંદન ગૌ સેવા આશ્રમની મુલાકાત તાલીમાર્થીઓ માટે પ્રેરણા તથા માનવતા પ્રગટાવનારી રહી હતી.