મોરબી સબ જેલ ખાતે ભાઇ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એવા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બહેનોએ પોતાના ભાઇને રાખડી બાંધી મિઠું મો કરાવી તેઓને શુભકામનાઓ પાઠવી અને રક્ષાબંધનના પવિત્ર તહેવારને આનંદ અને લાગણીપુર્ણ સાથે ઉજવવામાં આવ્યો.
આ કાર્યક્રમ માં ઇન્ચાર્જ જેલર પી.એમ.ચાવડા તથા ઇન્ચાર્જ જેલર એ.આર.હાલપરા અને તમામ જેલ સ્ટાફ ના સહકાર થી પર્વ ની ઉજવણી કરવામા આવેલ છે.