મોરબીના પંચાસર રોડ પર આવેલા રાજનગર ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી છેલ્લા ૦૭ વર્ષથી કરવામાં આવે છે. આ વર્ષે પણ તારીખ 26 ઓગસ્ટને સોમવારના રોજ જન્માષ્ટમીએ સવારે ૦૮ કલાકે પંચાસર રોડ પરની જુદી-જુદી ૦૬ સોસાયટીમાં ભવ્ય રથયાત્રા સાથે મટકી ફોડ તથા રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.