મોરબી પાલિકા હેઠળ કામ કરતા સફાઈ કર્મીઓની સુરક્ષા ધ્યાને લેવા જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા પ્રમુખની રજૂઆત

મોરબી નગરપાલિકા વિસ્તારમાં સફાઈની કામગીરી સાથે જોડેયલા અનુ.જાતિ સમાજના સફાઈ કામદારોને સેફ્ટી અંગે તાત્કાલિક પગલાં લેવા મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમારે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને કરી લેખિત રજૂઆત કરી છે.

તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકા વિસ્તારમાં સફાઈની કામગીરી સાથે જોડાયેલા અનુસૂચિત જાતિ સમાજના ભાઈઓ/બહેનો દિવસ-રાત સફાઈ કામદાર તરીકે સફાઈની કામગીરી કરે છે. તેઓની સલામતી અને સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તેઓને હાથના મોજા, પગ માટે બુટ જેવી સુરક્ષા સામગ્રી પૂરી પાડવામાં આવે. તથા વોર્ડ નંબર 1 થી 13ના આગેવાનો સાથે મીટીંગ કરી અનુસૂચિત જાતિ સમાજના સફાઈ કામદારો સાથે યોગ્ય વર્તન કરવું તેમજ જરૂરી લાગે ત્યાં પોલીસ પ્રોટેક્શન આપવું. આ ઉપરાંત મોરબી નગરપાલિકાની અંદર આવેલ બિલ્ડિંગ પરનું બોર્ડ વૃક્ષોને કારણે દેખાતું ન હોય બોર્ડ દેખાય તે રીતે લગાવવું. પાલિકા કચેરીમાં આવેલી ડો. બાબા સાહેબ આંબોડકરના સ્ટેચ્યૂની સફાઈ કરાવી સમયાંતરે સાફ સફાઈ જળવાઈ રહે તે મુજબની કાર્યવાહી કરવા જણાવ્યું છે.