મોરબી સિવિલમાં HIV અને TBના દર્દીઓને મીઠાઈ-ફરસાણની કિટનું વિતરણ કરાયું

GMERS – જનરલ , હોસ્પિટલ , મોરબી ખાતે ,તારીખ ,૨૨/૦૮/૨૦૨૪ ના રોજ , ડો. પી.કે દુધરેજીયા , સુપ્રીડેન્ટ , GMERS – જનરલ હોસ્પિટલ મોરબી અને ડો. ધનસુખ અજાણા , ડિસ્ટ્રિક્ટ ટીબી એચ.આઇ.વી. ઓફિસરના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી નિમિત્તે પી.એલ.એચ.એ .દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ અને બાળકો માટે મીઠાઈ, ફરસાણ અને સીજનેબલ ફ્રુટ નું આયોજન કરવામાં આવેલ.

કીટ વિતરણ માં ડો. પી.કે. દુધરેજીયા , સુપ્રીડેન્ટ , તથા ડો, દિશા પાડલિયા , એ.આર.ટી મેડિકલ ઓફિસર , અને ડો, અંકિતા.કે.કોટડીયા ( મેપ્સ ગ્રેનિટો ) ઉપસ્થિત રહેલ તથા તેઓના હસ્તે કીટ વિતરણ કરવામાં આવેલ કુલ ૬૫ રાસન કીટ તથા બાળકો ને મીઠાઇ ,ફરસાણ અને ફ્રૂટ ની કુલ ૩૦ કીટ આપવામાં આવેલ.

આ સંપૂર્ણ કીટ વિતરણ આયોજન માટે જરૂરી અનુદાન રાજેશભાઈ લાલવાણી દ્વારા દાતાઓ પાસેથી એકત્રિત કરવામાં આવેલ સંપૂર્ણ રાશન કીટ ના દાતાઓ , મોરબી સિરામિક પરિવાર તથા બાળકો માટે કીટ દાતા પ્રિયાંકભાઈ પંડિત (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)