શ્રીજી એજન્સીને જાણ કરવામાં આવે છે કે, વર્ક ઓર્ડર નં. ૨૬૯૬ તા. ૧૮/૧૦/૨૦૨૧ થી શ્રીજી એજન્સીને મોરબી શહેરી વિસ્તારના તમામ ૧ થી ૧૩ વોર્ડમાં આવેલ તમામ વિસ્તારોના નાના-મોટા કચરાના પોઈન્ટ/ઢગલા ઉપાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલ. પરંતુ ઉપરોક્ત કામગીરીમાં બેદરકારી દાખવતાં સંદર્ભ પત્ર ક્રમાંક ૨ અને ૩ થી વિવિધ મુદાઓ અને કરારની શરતો નં. ૫, ૯, ૧૦, ૨૯ તથા ૩૭ નો વારંવાર ભંગ કરતાં તમને નોટીસ આપવામાં આવેલ અને નોટીસમાં નિર્દિષ્ટ જગ્યા પર કચરો ઉપાડવા તથા દવા છંટકાવની કામગીરી સુધરવા બાબત તાકીદ કરેલ અને રૂ. ૨,૦૦,૧૦૦/- નો દંડ પણ કરવામાં આવેલ.
ઉપરોક્ત સંદર્ભ ક્રમાંક ૪ અંતર્ગત નિર્દેશિત સ્થળ પર ફરીથી રૂબરૂ નિરીક્ષણ કરતાં તમારી કામગીરીમાં સુધારો માલૂમ પડેલ નથી. જેની અસર લોકોના જાહેર આરોગ્ય પર થાય છે. આ ઉપરાંત હાલમાં સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૨ની કામગીરી ચાલી રહી છે અને તમારા કામમાં આ પ્રકારની બેદરકારીને કારણે લોકોનું જાહેર આરોગ્ય જોખમાઈ છે તથા મોરબી નગરપાલિકાના નેશનલ રેન્ક પર અસર પડે છે. જેથી કોન્ટ્રાક્ટની શરત નં. ૨૩ અંતર્ગત તાત્કાલિક અસરથી શ્રીજી એજન્સીનો આ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે છે.